હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ભોમિયા વિના – ઉમાશંકર જોશી

ભોમિયા વિના – ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજ કુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

-   ઉમાશંકર જોશી

3 Comments »

  1. સુંદર શરૂઆત હિમાંશુભાઈ! ગુજરાતી બ્લૉગ-જગતમાં આપનો સફર આપના માટે અને સૌને માટે આનંદદાયી હો એવી શુભેચ્છા! About વાળા page પર તમારી ઓળખાણ જરૂરથી આપજો.

    હેમંત

    Comment by hemantpunekar — September 30, 2007 @ 3:42 pm | Reply

  2. શુભ શરૂઆત હિમાંશુભાઈ
    બ્લૉગ-જગતમાં આપનો આવકાર

    Comment by karshalakg — July 22, 2008 @ 5:24 pm | Reply

  3. aa kavya kadi junu thaya nahi , fari fari vanchavanu game.

    Comment by mahesh dalal — March 19, 2009 @ 11:02 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.