માવડીએ દીધો -
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો ! – ખમ્મા. …
આંગણે ઉજાશ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાશ મ્હારો વીર જો ! – ખમ્મા. …
દેવે દીધી છે મને માવડી રે લોલ :
માવડીએ દીધો મારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
– ન્હાનાલાલ દ. કવિ
To read above poem in e-bha’rti (Gujarati in Roman Alphabets) click (more…)
