હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ઓક્ટોબર 9, 2007

ડાહ્યો દીકરો -by- વિપિન પરીખ

Filed under: કવિતા — Himanshubhai Mistry @ 9:29 પી એમ(pm)

મમ્મી રોજ સવારે ઑફિસે જાય છે.
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે.
મમ્મી જતી વખતે મને ખૂબ વહાલ કરે છે,
બકી ભરી મને કહે છે :
“મારો ડાહ્યો દીકરો છે ને ! તોફાન નહીં કરતો,
યમુનાબાઈને પજવતો નહિ;”
અને મને એક ચોકલેટ આપે છે.
હું યમુનાને પજવતો નથી.
બાઈ મને વાર્તા કહે છે –
વાંદરાની, હનુમાનની,
રાક્ષસની, રામની, રાવણની, સીતાની…..
સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે,
અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે.
હું એને પૂછું છું :
“રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે મમ્મી ?”
મમ્મી કહે :
“હું ખૂબ થાકી ગઈ છું આજે.
રવિવારે તને રાવણની વાત કહીશ

– વિપિન પરીખ

Advertisements

1 ટીકા »

  1. સરસ કવિતા.

    છેલ્લી લીટી, રવિવારે તને રાવણની વાત કહીશstyle= એ ભૂલથી HTML કોડ દર્શાવી રહી છે..

    ટિપ્પણી by કાર્તિક મિસ્ત્રી — ઓક્ટોબર 11, 2007 @ 5:38 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: