હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

June 27, 2009

મનની ખીંટી

Filed under: વાર્તા,gujarati story,story,varta — Himanshubhai Mistry @ 7:05 pm
Tags: , ,

My friend shared this story in an email… 

                      અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.’

                      ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’

                      ‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે, જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી

Advertisements

9 Comments »

 1. ભાઈ હીમાંશુ,

  ઘણી બધી વાર વાંચી છે આ વાર્તા.. મુળે તો અંગ્રેજીમાં પણ વાંચેલી.. પણ ફરી ફરી વાંચવાનું અને એમાંથી ચમચી જેટલુંય સદા આચરણમાં મુકવાનું પ્રોત્સાહન–પ્રેરણા આપે તેવી સક્ષમ છે એ..
  ધન્યવાદ એ ફરી પાઠવવા બદલ..ઉત્તમ અને મધુ.. સુરત
  uttamgajjar@hotmail.com

  Comment by Uttam and Madhu Gajjar — June 27, 2009 @ 8:01 pm | Reply

 2. Dear Himanshu

  I am excited to read your blog and this story once again. I wish we can emulate this philosophy in our life.

  Love from
  RATIKAKA

  Comment by Ratilal Chandaria — June 27, 2009 @ 8:12 pm | Reply

 3. વાહ..
  સરસ વાર્તા.

  Comment by સુનિલ શાહ — June 27, 2009 @ 8:16 pm | Reply

 4. આ બધું બહુ શક્તીભર્યું પ્રતીકાત્મક હોય છે. મંદીરમાં પ્રવેશતાં પહેલાં જોડા બહાર મુકવા, પગે લાગતાં પહેલાં ઘંટ વગાડવો, સવારમાં જાગીને તરત प्रभाते करदर्शनम् (विनोबाजी आरोग्य माटे कहेता के प्रभाते मळदर्शनम् !!)વગેરે.

  આ બધાંથી કોઈ ચમત્કાર થતો નથી પણ મનને બળ મળે છે. રૅશનલી લોકોને આમાં અંધશ્રદ્ધા દેખાય તે જુદી વાત છે. બાકી આ બધી ટેવો આપણને આપીને પુર્વજોએ દીશા બતાવી હતી. જોકે આ જ બાબત પછી નીષ્ક્રીયતાને જન્મ આપી દે એમ બને.

  આ વાર્તા એક સાચું અને બળવત્તર રીચ્યુઅલ ચીંધે છે.

  Comment by jjkishor — June 28, 2009 @ 8:09 am | Reply

 5. Dear Himanshubahi,
  Recently I visited your home in Surat, I recalled that alert message you wrote with chock-stick on back of ladders that “Kashunk Bhulyo To Nathi!?” a couple of years ago while your student days. It was so impressive gesture of you I can’t forget and always alert me whenever I put my legs out from home. The story you have put on this blog is also very impressive and I will remember as like you that ‘Shila-lekh’.
  Thanks and regards,
  Bhagyendra

  Comment by Bhagyendra — June 28, 2009 @ 9:26 pm | Reply

 6. વારંવાર વાંચવી ગમે એવી વાત.

  Comment by પંચમ શુક્લ — June 29, 2009 @ 12:26 am | Reply

 7. આ વાંચવા જેવું છે: http://funngyan.com/2009/04/18/khinti/

  Comment by Kartik Mistry — June 29, 2009 @ 10:04 am | Reply

  • Yes Kartik, This was a fun forward email only… Since I liked it, I shared it through my weblog.. Generally emails can get dumped, but weblog will be there and can be viewed any time.

   Comment by Himanshubhai Mistry — June 29, 2009 @ 10:11 am | Reply

 8. it is very nice story

  Comment by vaishali patel — January 19, 2013 @ 10:41 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: