હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

જુલાઇ 28, 2010

લખે ગુજરાત

ગુજરાત  રાજ્યની સ્થાપનાને પચાસ વર્ષ થયાં. ‘સ્વર્ણીમ ગુજરાત’નો આ મહોત્સવ આખું વર્ષ ઉજવાશે. સાથે સાથે ‘વાંચે ગુજરાત’નું પણ એક જોરદાર અભીયાન ઉપડ્યું છે. આપણે તો 2005થી ‘સન્ડે ઈ–મહેફીલ’ મારફત ‘વાંચે ગુજરાત’ની ‘વાચનયાત્રા’ શરુ કરી જ છે ! આજે પંદર હજાર સરનામે તે પહોંચે છે. સાથે સાથે શ્રી રતીલાલ ચંદરયા‘ગુજરાતીલેક્સિકોન’ મારફત  લગભગ 45 લાખ શબ્દોનો વીશાળ શબ્દભંડોળ નેટ પર ઉપલબ્ધ કરાવી આપ્યો છે. આજ દીન સુધીમાં તેની લગભગ 55 લાખ મુલાકાતો નોંધાઈ ચુકી છે.

તો  હવે ? આમ, ઈન્ટરનેટ પર મળતા રહેતા  આપણ સૌ ‘ગુજરાતી’ મીત્રો વીશેષ શું કરી શકીએ ‘ગુજરાત’ અને ‘મા ગુર્જરી’ની સેવામાં ? આપણે સૌ સાથે મળી કમ્પ્યુટરના સ્ક્રીન પર ‘લખે ગુજરાત’ની ઝુમ્બેશ ઉપાડીએ તો ?

કમ્પ્યુટર પર કામ કરતો એકેએક ગુજરાતી  ગુજરાતીમાં લખતો થાય તો તે ‘ગુજરાતીઓ’ની મોટી સીદ્ધી ગણાશે. ઘણા શીખ્યા જ છે; પણ હજી ઘણા બાકી છે. ‘રોમનાઈઝ્ડગુજરાતી’માં ક્યાંક બીજે લખીને, તેને ગુજરાતીમાં પરીવર્તીત કરીને, તેની કૉપી કરીને, અહીં પેસ્ટ કરવું પડે, એ ઝંઝટમાંથી મુક્તી મેળવવા અમે કમર કસીને તૈયારી કરી છે. તમે વીન્ડો એક્સપી, વીન્ડો સેવન કે એઈટ, કે વીસ્ટા કે એપલ–મૅક કંઈ પણ વાપરતા હો તો પણ તમે આમ જ, અહીં કર્સર મુકી, સીધું જ, બહુ સરળતાથી, યુનીકોડ ‘શ્રુતિ’ કે તમને જે ગમતા હોય તે ગુજરાતી યુનીકોડ ફોન્ટમાં અને દેવનાગરીમાં લખવું હોય તો ‘મંગલ’ફોન્ટમાં લખી શકો છો.

હવે તમારે માત્ર http://lakhe-gujarat.weebly.com/ વેબ સાઈટ ખોલી, માત્ર બે  કીબોર્ડ ડાઉનલોડ કરવાનાં છે. બધી સામગ્રી ત્યાં જ મુકી છે, ઈન્સ્ટોલેશન પ્રક્રીયાની સુચનાવાળી ચીત્રો સાથેની પીડીએફ અને કીબોર્ડના મેપીંગની પીડીએફ પણ ત્યાં મુકી છે. ડાઉનલોડ પર ‘ક્લીક’ કરો અને બેઠેબેઠે જોયા કરો. બધું જ આપોઆપ થતું જશે અને તમે ગુજરાતીમાં અને દેવનાગરીમાં પણ લખતા થઈ જશો.

ऐक  बीजी वात. राष्ट्रभाषा हीन्दी के मराठी के संस्कृतमां लखवा माटे देवनागरी की-बोर्ड पण त्यां आप्युं ज छे. ते पण डाउनलोड करी राखवुं जरुरी छे. कंई ज अघरुं नथी. कारण, गुजराती अने देवनागरीनुं की-बोर्ड मेपीँग तद्दन समान ज छे. जेम गुजरातीमां लखो, तेम ज लखता जवानुं.. अक्षरो देवनागरीमां लखाशे. आ लख्युं छे तेम ज..

આ સુવીધા ઉપલબ્ધ કરી આપનાર  હાલ ચેન્નાઈસ્થીત પણ મુળ  સુરતના ભાઈ હીમાંશુ મીસ્ત્રી અને તેમને સદા પ્રેરણા આપનાર શ્રી રતીકાકાનો આભાર માનીએ.

કંઈ પણ તકલીફ જણાય તો તે વીશે કે તમારે કંઈક સુચનો કરવાં હોય તો, મને uttamgajjar@gmail.com પર જરુર લખજો. ઈન્સ્ટોલ કરો કે કરાવો અને લખતા થઈ જાઓ ગુજરાતીમાં. તમે ગુજરાતીમાં લખતા નહીં થઈ જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે જ રહીશું… ગુજરાતી/દેવનાગરીમાં લખતાં શીખેલો એક જણ, બીજા ઓછામાં ઓછા એક જણને લખતા શીખવે તેવું અમારું સ્વપ્ન છે..

Uttam Gajjar, e-mail: uttamgajjar@gmail.com
Himanshu Mistry, e-mail: himanshubhai@gmail.com

Create a free website or blog at WordPress.com.